હળવદમા ખેડૂતોના હકનું ખાતર ખાનારા કૌભાંડીઓના આગોતરા જામીન માટે હવાતીયા – મહિના બાદ પણ પોલીસ પકડથી દૂર
હળવદમાં ખેડૂતોના હકોનું ખાતર બેગ બદલાવીને વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું જેમાં પાંચ આરોપીઓ સામે નામજોગ અને તપાસમાં નામ ખુલે તેની સામે ગુનો નોંધાયો હતો તે પૈકીના ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે વધુમાં હળવદ શહેરમાં મોરબી ચોકડી નજીક અક્ષર એગ્રીકલ્ચર એન્જી વર્કસમાથી 1437 ખાતરની બેગો સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે પરંતુ ખેતીવાડી ખાતાના અધિકારીએ મહિના પહેલા ફરીયાદ નોંધાવી હતી જેમાં મહિના જેટલો સમય વિતવા છતાં પણ હજુ આરોપીઓની ધરપકડ થઈ નથી બીજી તરફ આરોપી ચેતન રાઠોડ, અજય ભુપેન્દ્રભાઈ રાવલ અને જયદીપ તારબુદીયાએ આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટે દ્વારા ખખડાવ્યા છે પરંતુ જામીન માટે હવાતીયા મારતાં ખાતરોના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ ક્યારે પકડાશે તે જોવું રહ્યું બીજી તરફ કાળું ખોડાભાઇ મુધવા પણ ધરપકડથી દૂર છે ત્યારે આરોપીઓની ધરપકડ થાય તો ખાતર ક્યાં જતું હતું અને કેટલાં સમયથી ચાલતું હતું ખાતર વેચાણનો ધંધો તે બહાર આવી શકે તેમ છે પરંતુ હાલતો ચાર આરોપીઓ ધરપકડથી દૂર છે.