લિંબડીથી કુડા સુધી નેશનલ હાઈવેને મંજૂરી – કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કર્યું ટ્વીટ
સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરાની રજૂઆત ફળી
સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરાને લિંબડી અને વઢવાણ ધારાસભ્યે થોડાં દિવસો પહેલાં રોડ બાબતે રજૂઆત કરી હતી જેમાં સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરાએ અંગત રસ લયને લિબડીથી કુડા સુધીનો નેશનલ હાઇવે બનાવવા માટે રજૂઆત કરી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી નિતિનભાઈ ગડકરીએ આજે ટ્વીટ કરી રોડને લીલીઝંડી આપી છે જેમાં ટ્વીટમાં જણાવ્યા મુજબ લિંબડીથી કુડા સુધીનો બે લેન નેશનલ હાઇવે ટુંક સમયમાં નિર્માણ પામશે ત્યારે સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નિતિનભાઈ ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો.