ચરાડવામા જાહેર શૌચાલયમાં ગેરરીતિના આરોપ – સદસ્યે તાલુકા પંચાયત કચેરીમાં રજુઆત
સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગામના વિકાસ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ ગ્રામ પંચાયતોમાં કટકી કરવાના અનેક બનાવો સામે આવ્યા છે તેની સામે પગલા પણ લેવાયા છે ત્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે હનુમાનજીના ચોકમાં ઉગમણા દરવાજે જાહેર શૌચાલયમાં કામગીરી કરવામાં આવી છે જેમાં 15માં નાણાપંચમાં વર્ષ 2020-21મા રકમ ₹2 લાખ 34 હજાર રૂપિયા મંજુર થયા હતા જે શૌચાલયનું બાંધકામ યોગ્ય રીતે નહીં થાય હોવાનો આરોપ ખુદ ગ્રામ પંચાયતના સદસ્ય ચંદુભાઇ ઈશ્વરભાઈ મોરીએ લગાવ્યા છે અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. ચરાડવા ગ્રામ પંચાયતના સદસ્યની રજૂઆતમાં જણાવ્યા મુજબ જૂનું શૌચાલય હતું તેના પર જ પાયાના ખોદકામ કર્યા વગર ઉપર બાંધકામ કર્યું છે અને શૌચાલયમાં નાણા પણ ચૂકવી દીધા હોવામાં આવ્યા છે શૌચાલયના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને જ હળવદ તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતના સદસ્ય જ ભ્રષ્ટાચાર થયાની રજૂઆત કરી છે ત્યારે હવે કામગીરી થયા વિના જ સરકારી નાણાં ચુકવાયા હોયતો તપાસ થવી જોઈએ અને સંડોવાયેલા તમાંમ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.