હળવદના સમલી ગામથી ચરાડવા ગામ તરફ જતા રસ્તે આરોપી GJ-36-T-4809 નંબરના આઈસર ચાલક ગોવિંદભાઇ નારૂભાઇ મુંધવાએ પોતાના હવાલાવાળુ આઇસર વાહન પુર ઝડપે અને બેદ્કારીપુર્વક ચલાવી આવી હળવદના સમલી ગામે રહેતા ફરીયાદીના પતિ કરમશીભાઇ સતાભાઇ મુંધવાની GJ-03-V-4262 નંબરની છકડો રીક્ષાને ઠોકર મારી છકડો રીક્ષા પલટી મરાવી દઇ ફરીયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાતા તેનું મોત નિપજયુ હતું. આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.