હળવદના વિવિધ જગ્યાએ થયેલી ચોરીનાં ભેદ ઉકેલવા પોલીસ પ્રયત્નશીલ હોય ત્યારે હળવદમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા પિતા અને પુત્રની તપાસ ચલાવતા આરોપી પુત્રને ઝડપી લીધો છે જોકે પિતા સહિતના બે ઈસમો ફરાર હોય જેથી વધુ તપાસ ચલાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદ પોલીસ ટીમ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા કાર્યરત હોય દરમિયાન બાતમીને આધારે ચોરીમાં સંડોવાયેલ ઇસમ સોનુસિંહ શેરસિંહ રણજીતસિંહ ખિરચી રહે યોગેશ્વરધામ, ખોડીયાર કોલોની જામનગર વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી શેરસિંહ રણજીતસિંહ ખિરચી રહે જામનગર અને જસબીરસિંગ ઉર્ફે રવીસિંગ જૂની રહે ભરૂચ વાળા ફરાર હોય જેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આમ પોલીસે ચોરીનાં ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે.