76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે હળવદ તાલુકાના દિઘડીયા ગામે ઉજવણી કરવામાં આવી હતી. દીઘડીયા ગામે હળવદ ઈ.ચા મામલતદાર જી.એસ.જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો સાથે દિઘડીયાના વિકાસ માટે ગામના સરપંચને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો દીઘડીયા શાળાની બાળો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉપસ્થિત લોકોને મંત્રમુક્ત કરી દીધા હતા.વિવિધ ક્ષેત્રમાં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તાલુકા કક્ષાએ યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં શહીદોને સલામી,પ્રાસગીક ઉદબોધન ,સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાનુભવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટીડીઓ, રાજકીય આગેવાનો,પોલીસ, તેમજ ગામના આગેવાન સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડી એચ સોનગરા, સ્ટાફ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.