હળવદમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં નગરપાલિકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હળવદ નગરપાલિકાના એસ.આઈ કૌશિક પ્રજાપતિ વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
હળવદ શહેરમાં માર્કેટિંગ યાર્ડ, તાલુકા પંચાયત કચેરી, હળવદ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી,કોર્ટ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શાળા તેમજ કોલેજમાં આજે પ્રજાસતાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ઠેર ઠેર જગ્યાએ તિરંગાઓ લગાવવામાં આવ્યા હતા,સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી હતી.76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે સાથે સ્વચ્છતા માટે જાગૃતિ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.